ગ્રંથાલય

Illustration by Priya Kuriyan

ગ્રંથાલય

ઘણા સ્મરણો એવા હોય છે
જે તમારી જિંદગીમાં ગૂંથાઈ જઈ
ભાગ બની જાય છે જિંદગી નો
અને અવિરત પણે વિસ્તર્યાં કરે છે
જિંદગીભર
1968 -69 ના વર્ષ માં અમે લોકો ભુજ આવ્યા
ગંગાબાઈ મિડલ સ્કૂલ ના પ્રાંગણ માં
જિલ્લા ગ્રંથાલય હતું- અને આજે પણછે
તેના લાંબા પગથિયાં
મને શાળા ના પહેલા દિવસ થી આકર્ષ્યા કરતા હતા
તેનો બાળ વિભાગ મારી પ્રિય  જગ્યા બની ગઈ
અને કુમાર  મેગેઝીન કે જેના સ્થાપક
કલા ગુરુ  રવિ શંકર રાવલ હતા
તેને મારા માનસ પર બરાબરની  પક્કડ જમાવી
ત્રીજા ચોથા ધોરણ ની મારી ઉમર માં
કલા  સ્થાપત્ય આકાશ દર્શન ના લેખો એ
મારા જીવન ઘડતર માં મહત્વ નો ફાળો ભજવ્યો
વાંચન નું બીજ આવી રીતે વવાયું
અને આજે પણ પાંગર્યા કરેછે
વૃક્ષ ની જેમ મારા અંદર

શહેરની વચ્ચો વચ  રહેલો  શાંત અને  મુંગો અવકાશ
બચપણ થી મારા અંદર વિસ્તર્યાં કરેછે  .
આજે  પણ  તેમની શાંત આંખો માં આંખો પરોવી તેની  મૂંગી વાતો સાંભળવા બેસું છું
ત્યારે તે લગભગ મારા જેવો જ થઇ જાયછે
અને અચાનકજ મને ઘડવા લાગી જાય છે
ટંકાર  વગર
જાણે કે હજુ પણ થોડું બાકી રહીગયું  ન હોય સર્જન ની પ્રક્રિયા માં
કોણ જાણે કેટલા દસકા વીતી ગયા
આજે આજે પણ તે અવકાશ મૂંગો મૂંગો ત્યાંનો ત્યાંજ ભાગતા શહેર ની વચ્ચોવચ ખોડાયેલો ઉભો છે
હું શાંત થઇ તેમની સામે સ્થિર થાઉં છું
તો તે દોડ લગાવે છે મારા અંદર
અને સમય  ના ખંડો ખોલતો જાય છે એક પછી એક
ક્યારેક  તો તે છેક મારા ઘર ના ઓરડા સુંધી પહોંચી જાય છે
અને તેનો પીછો છોડાવવાનો મને વિચાર સુધ્ધાં  આવતો નથી
ના જાણે કેમ ?

આ અવકાશ જીવ્યો છું
આ અવકાશ હું પામ્યો છું
આ અવકાશ અને તેના મૂંગા સાથીદારો વગર આ શહેર સાવ ખાલી ખમ્મમ લાગત

1 Comment

Leave a Reply